અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે સવારે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમનાં પત્ની ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ હશે.શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન બંને પક્ષો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. વોશિંગ્ટન જવા રવાના થતા પૂર્વે તેઓ જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.
Site Admin | એપ્રિલ 21, 2025 8:36 એ એમ (AM)
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે
