ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2024 2:29 પી એમ(PM) | અમેરિકા

printer

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચાર ઝૂંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ 2017થી 2021 દરમિયાન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે શ્રી મોદી સાથે તેમના મજબૂત અંગત સંબંધો હતા. બંને નેતા વચ્ચેનાં સંબંધોને કારણે સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રમાં ભારત-અમેરિકા વચ્ચે મજબુત જોડાણ થયું હતું.