ફેબ્રુવારી 16, 2025 7:20 પી એમ(PM)

printer

અમેરિકાથી બીજી ઉડાનમાં ભારત પરત મોકલાયેલા ભારતીયોમાં આઠ ગુજરાતીઓ પણ છે

અમેરિકાથી બીજી ઉડાનમાં ભારત પરત મોકલાયેલા ભારતીયોમાં આઠ ગુજરાતીઓ પણ છે. આ તમામ ગુજરાતીઓને આજે સવારે અમદાવાદ હવાઈમથક ખાતે લવાયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, સ્થાનિક પોલીસ, ઇન્ફર્મેશન બ્યૂરો, SOG સહિતની ટુકડી હવાઈમથક ખાતે હાજર હતી. દરમિયાન મહેસાણા પોલીસ બાળક સાથેના પરિવાર સહિત 6 લોકોને અને ગાંધીનગર પોલીસ ગાંધીનગરના 2 લોકોને લઈ રવાના થઈ હતી.