અમેરિકાથી 100થી વધુ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યાં છે.ભારતીયોને લઇને આવી રહેલું અમેરિકન વિમાન આજે બપોર બાદ ભારત પહોંચશે.અમેરિકન વિમાનમાંથી પંજાબનાં અમૃતસરના ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પરત મોકલાયેલા ભારતીયો ઉતરશે.સત્તાવાર સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને પુષ્ટિ આપી છે કે હવાઈમથક પર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.અમેરિકન દૂતાવાસે દિલ્હીમાં જણાવ્યું કે,સંયુક્ત રાજ્ય-યુએસ દ્વારા કાયદાઓનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનાં કારણે આ નાગરિકોને પરત મોકલાયાં છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 2:07 પી એમ(PM) | અમૃતસર હવાઈમથક
અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નિકળેલુ વિમાન બપોર બાદ અમૃતસર હવાઈમથક પર પહોંચશે
