ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 6, 2025 8:17 પી એમ(PM) | અમેરિકા

printer

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને દેશનિકાલ કરાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.