ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 7:26 પી એમ(PM) | ભારતીય

printer

અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો

5મી ફેબ્રુઆરીએ અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતે ખાસ કરીને પ્રત્યાર્પણ કરાયેલા મહિલાઓને બેડીઓમાં બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
આ માહિતી આજે લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આપી હતી. તેમણે કહ્યું કે ભારત સતત અમેરિકા સમક્ષ પ્રત્યાર્પણ કાર્યવાહીમાં પરત મોકલવામાં આવેલા વ્યક્તિઓ સાથે માનવીય વર્તનનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. શ્રી સિંહે એ પણ સ્પષ્ટતા કરી કે સરકારે તાજેતરમાં અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા ભારતીય નાગરિકો માટે કોઈ પણ જાતનો સ્વદેશ પરત ફરવાનો ખર્ચ ચૂકવ્યો નથી.
મંત્રીએ માહિતી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન, ગેરકાયદેસર સ્થળાંતરના નેટવર્ક સામે કાર્યવાહી કરવાની અને નાગરિકોના સલામત, વ્યવસ્થિત અને કાયદેસર સ્થળાંતરને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ