અમેરિકાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક લાખથી વધુ વિઝા રદ કર્યા છે. જેમાં લગભગ આઠ હજાર વિદ્યાર્થી વિઝા અને બે હજાર 500 વિશેષ વિઝાનો સમાવેશ થાય છે.ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિભાગે જણાવ્યું કે, વિઝા રદ કરવા અને દેશનિકાલનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે થઈ રહ્યો છે. તેણે ચેતવણી પણ આપી હતી કે વિઝા ધારકોએ અમેરિકન કાયદાઓનું પાલન કરો, નહીંતર તેમના વિઝા ગુમાવવાનું અને દેશનિકાલ થવાનું જોખમ રહેંશે.વહીવટીતંત્રે વિઝા આપવા અંગે કડક નીતિ પણ અપનાવી છે, જેમાં કડક સોશિયલ મીડિયા ચકાસણી અને વિસ્તૃત સ્ક્રીનીંગનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 13, 2026 8:44 એ એમ (AM)
અમેરિકાએ 8 હજાર વિધાર્થીઓ અને 2500 વિશેષ વિઝા સહિત એક લાખ લોકોના વિઝા રદ કર્યા