જાન્યુઆરી 9, 2026 9:30 એ એમ (AM)

printer

અમેરિકાએ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓ માંથી ખસી જવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNના અનેક સંસ્થાઓમાંથી ખસી જવાના અમેરિકન નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યું છે.UN સેક્રેટરી-જનરલના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે ભાર મૂક્યો હતો કે સભ્ય દેશો UN ચાર્ટર હેઠળ યુ.એન બજેટને ભંડોળ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે. તેમણે કહ્યું કે UN સંસ્થાઓ સભ્ય દેશો દ્વારા આપવામાં આવેલા તેમના આદેશોનું “દૃઢતા સાથે” અમલીકરણ ચાલુ રાખશે.અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રીય હિતને ધ્યાને રાખીને 31 UN સંસ્થાઓ સહિત 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓમાંથી ખસી જવાનો નિર્દેશ આપતા રાષ્ટ્રપતિ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. UNના મુખ્ય સંગઠનો જેમાંથી અમેરિકા પાછું ખેંચી ગયું છે તેમાં આર્થિક અને સામાજિક બાબતોનો વિભાગ, આંતરરાષ્ટ્રીય કાયદા આયોગ, આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર, શાંતિ નિર્માણ આયોગ, ઊર્જા, વસ્તી ભંડોળ અને પીવાના પાણીનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.