ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 2:09 પી એમ(PM)

printer

અમેરિકાએ હુતી આંતકવાદીઓ ઉપર કરેલા હવાઇ હુમલામાં 24નાં મોત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ યમનની રાજધાની સના પર અનેક હવાઈ હુમલા શરૂ કર્યા હતા જેમાં 24 લોકોના મોત નીપજ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સમર્થિત હુતી બળવાખોરો મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. આ સાથે જ તેમણે ઈરાનને બળવાખોર જૂથને ટેકો આપવાનું બંધ કરવાની ચેતવણી પણ આપી.