અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓ ગયા મહિને પાલમિરામાં ISIS દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા, જેમાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકનું મોત થયું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે અમેરિકા દ્વારા સાથી દળો સાથે સંકલનમાં મોટા પાયે હુમલાઓ કરવામાં આવ્યા હતા અને ISISના અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોર્ડનની સેનાએ બાદમાં આ હુમલાઓમાં પોતાની ભાગીદારીની જાહેરાત કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે આ હુમલાઓને ઓપરેશન હોકઆઈ નામ આપ્યું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)
અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા