ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 2:13 પી એમ(PM)

printer

અમેરિકાએ, યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તેમની યુએસ મુલાકાત દરમિયાન થયેલા સંઘર્ષની હવે પ્રતિક્રિયા આવી રહી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ પ્રકારની અમેરિકી સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. શ્રી ટ્રમ્પે યુએસ સૈન્ય સહાયના શિપમેન્ટને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે.
ગયા અઠવાડિયે ઓવલ ઓફિસમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સાથે તણાવપૂર્ણ વાતચિત બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, તેમનું ધ્યાન શાંતિ પર છે. યુક્રેનને પણ આ ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખના આદેશ બાદ યુક્રેનને સૈન્ય સહાય રોકવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ