જુલાઇ 8, 2025 7:48 એ એમ (AM)

printer

અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફ પરનો અમલ એક ઓગસ્ટ પર મુલત્વી રાખ્યો

કેટલાંક દેશોને વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે વધારાનો સમય આપવા અમેરિકાએ તેના “લિબરેશન ડે” પારસ્પરિક ટેરિફના અમલીકરણને આગામી મહિનાની પહેલી તારીખ સુધી મોકૂફ રાખ્યુ છે. શરૂઆતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ટેરિફ ભારત સહિત અનેક દેશોને અસર કરનાર હતી, પરંતુ તેમના અમલીકરણને 90 દિવસ માટે સ્ઘિત કરી દેવામાં આવ્યું, જેમાં વેપારી ભાગીદારોને સમજૂતીઓ સુધી પહોંચવા માટે નવ જુલાઈ સુધી સમય આપવામાં આવ્યો હતો. ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અપડેટમાં 14 દેશો પર નવા ટેરિફ દરની રૂપરેખા આપવામાં આવી છે, જે પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે.જાહેરાત મુજબ, US, મલેશિયા, ટ્યુનિશિયા અને કઝાકિસ્તાનના ઉત્પાદન પર 25 ટકા ટેરિફ લાદશે; દક્ષિણ આફ્રિકા અને બોસ્નિયા અને હર્ઝેગોવિનાથી આયાત પર 30 ટકા ટેરિફ; ઇન્ડોનેશિયન ઉત્પાદનો પર 32 ટકા; સર્બિયા અને બાંગ્લાદેશના માલ પર 35 ટકા; કંબોડિયા અને થાઇલેન્ડથી આયાત પર 36 ટકા; અને લાઓસ અને મ્યાનમારના ઉત્પાદનો પર 40 ટકા ટેરિફ લાદશે. આ જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત પર અગાઉ જાહેર કરાયેલા 25 ટકા ટેરિફ ઉપરાંત છે. અસરગ્રસ્ત દેશોના નેતાઓને મોકલેલા પત્રોમાં શ્રી ટ્રમ્પે જવાબી ટેરિફ સામે ચેતવણી આપી હતી અને કહ્યું કે, આવા કોઈપણ પગલાંથી અમેરિકા આયાત ડ્યુટીમાં વધુ વધારો કરશે. ટેરિફના પગલાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના વેપાર અસંતુલનને સુધારવા અને “વધુ ન્યાયી અને સંતુલિત” વેપાર સંબંધોને લાગુ કરવા માટે ચાલી રહેલા દબાણનો એક ભાગ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.