અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ યુવાનો એક ઉડાન દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, દેશનિકાલ કરાયેલા મોટાભાગના યુવાનો 25 થી 40 વર્ષની વયના છે. જેમને કરનાલ પોલીસે તેમના પરિવારોને સોંપ્યા હતા. આ યુવાનોમાંથી 16 કરનાલના, 15 કૈથલના, પાંચ અંબાલાના, ચાર યમુના નગરના, ચાર કુરુક્ષેત્રના, ત્રણ જીંદના, બે સોનીપતના અને એક-એક પંચકુલા, પાણીપત, રોહતક અને ફતેહાબાદના રહેવાસી છે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:37 એ એમ (AM)
અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા