અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે. વિભાગે જણાવ્યું કે આ દેશોના ઇમિગ્રન્ટ્સ અસ્વીકાર્ય દરે કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને અમેરિકામાં આર્થિક બોજ બની રહ્યા છે.અમેરિકાએ કહ્યું કે જ્યાં સુધી ઇમિગ્રન્ટ્સ આર્થિક લાભ લેવાનું બંધ ન કરે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. આ અગાઉ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ પણ દેશ લાખો લોકોને આશ્રય આપવા અને તેમના શિક્ષણ અને આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું પોસાય તેમ નથી. શ્રી ટ્રમ્પે કહ્યું કે આગામી મહિનાની 1લી તારીખથી, શરણાર્થી શહેરોને કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં.
Site Admin | જાન્યુઆરી 15, 2026 9:31 એ એમ (AM)
અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી