ડિસેમ્બર 17, 2025 8:44 એ એમ (AM)

printer

અમેરિકાએ પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ, જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા

અમેરિકાએ પ્રવાસ અને વસવાટ માટે કડક નિયમો બનાવ્યા છે. જેમાં બીજા પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા છે.નવા અન્ય દેશમાં બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયાને પ્રતિબંધિત દેશોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 15 વધુ દેશો માટે આંશિક પ્રતિબંધો પણ લાગુ કર્યા છે.થેંક્સગિવીંગ સપ્તાહના અંતે બે નેશનલ ગાર્ડ સૈનિકો પર ગોળીબારમાં અફઘાન રાષ્ટ્રીય શંકાસ્પદની ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રમ્પ વહીવટીતંત્રે તેની જાહેરાતમાં જણાવ્યું હતું કે જે દેશોમાંથી તે મુસાફરી પર પ્રતિબંધ મૂકી રહ્યું છે તેમાંથી ઘણા દેશોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, છેતરપિંડી અથવા અવિશ્વસનીય નાગરિક દસ્તાવેજો અને ગુનાહિત રેકોર્ડ હતા જેના કારણે તેમના નાગરિકોને અમેરિકામાં મુસાફરી માટે તપાસ કરવી મુશ્કેલ બની હતી.વિઝા પૂર્ણ થયા બાદ પણ અનેક દેશના લોકો અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવાથી આ નિયમ હેઠળ ઇમિગ્રેશન અમલીકરણ, વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓઓ ઓછી થશે.