ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 27, 2025 9:33 એ એમ (AM)

printer

અમેરિકાએ તમામ આયાતી વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રવેશતા તમામ આયાતી વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. નવા આયાત કરવેરા 2 એપ્રિલથી અમલમાં આવશે. અમેરિકા બીજી એપ્રિલથી જ વેપાર ખાધ માટે જવાબદાર દેશોને ધ્યાનમાં રાખીને પારસ્પરિક ટેરિફની લાદવાની યોજના ધરાવે છે.આ વ્યાપક પગલાનો ઉદ્દેશ અમેરિકાના કાર ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ નિર્ણયથી યુરોપિયન દેશો, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત મુખ્ય ઓટોમોટિવ ઉત્પાદક દેશો સાથે વેપાર તણાવ વધવાની સંભાવના છે.યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ પગલાને વેપાર ઉદ્યોગ અને ગ્રાહકો માટે નુકસાનકારક ગણાવ્યું હતું, જ્યારે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ તેને કેનેડાના કામદારો પર સીધો હુમલો ગણાવ્યો હતો. શ્રી ટ્રમ્પનાં આ નિર્ણયથી વાહનોની કિંમતોમાં હજારો ડોલરનો વધારો થઈ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.