જુલાઇ 18, 2025 8:01 એ એમ (AM)

printer

અમેરિકાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે

અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ-TRF ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતું.
અમેરિકી સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે TRF ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોનું રક્ષણ કરવા અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
લશ્કર-એ-તૈયબાના એક જૂથ TRF એ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. TRF એ ભારતીય સુરક્ષા દળો પરના ઘણા અન્ય હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે.
મંગળવારે SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ પહેલગામ હુમલાની નિંદા કરી છે અને આતંકવાદ સામે મજબૂત વલણ અપનાવવાની જરૂર જણાવી છે.