એપ્રિલ 16, 2025 8:18 પી એમ(PM)

printer

અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 245 ટકા સુધીના નવા જવાબી ટેરિફની જાહેરાત કરી

અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 245 ટકા સુધીના નવા જવાબી ટેરિફની જાહેરાત કરી છે. આના કારણે બંને દેશો વચ્ચે વેપાર સંઘર્ષ વધ્યો છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ નિવેદનમાં ચીન દ્વારા લેવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દુર્લભ પૃથ્વી ધાતુઓ અને ચુંબક સહિત મહત્વપૂર્ણ હાઇ-ટેક સામગ્રીના નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ચીનના નિર્ણયથી ઓટોમોટિવ, એરોસ્પેસ, સેમિકન્ડક્ટર અને સંરક્ષણ જેવા અમેરીકી ક્ષેત્રો પર જેની અસર પડશે.
દરમિયાન, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું છે કે ટેરિફ યુદ્ધ અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.