અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ, કેનેડાએ કહ્યું છે કે તે 150 અબજ ડોલરની અમેરિકન ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદશે. ચીને અમેરિકાની કૃષિ આયાત પર 10થી 15 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે અને બદલો લેવાની કાર્યવાહી સાથે અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યું છે, જ્યારે મેક્સિકોએ પણ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.શ્રી ટ્રમ્પે કહ્યું કે આયાત જકાત લાદવાથી કેનેડા અને મેક્સિકોને દેશમાં પ્રવેશતી ગેરકાયદેસર દવાઓ અને સ્થળાંતરકારોને રોકવા માટે વધુ પગલાં લેવા દબાણ આવશે. દરમિયાન, આજે અમેરિકન બજારોમાં ઘટાડો થયો હતો, જ્યારે એશિયન બજારોમાં વેપાર યુદ્ધની શક્યતાથી ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. યુદ્ધનો વ્યાપ વધવાની સંભાવનાને કારણે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે અમેરિકાનાં ગ્રાહકોને કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ સહિત ચોક્કસ ઉત્પાદનો માટે વધુ ખર્ચનો સામનો કરવો પડશે.
Site Admin | માર્ચ 4, 2025 6:16 પી એમ(PM) | જકાત
અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી
