ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2024 7:10 પી એમ(PM)

printer

અમેરિકાએ ઈરાનને મધ્ય પૂર્વમાં  બોમ્બર તૈનાત કરવાની ચેતવણી આપી છે

અમેરિકાએ ઈરાનને મધ્ય પૂર્વમાં  બોમ્બર તૈનાત કરવાની ચેતવણી આપી છે.મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવને કારણે, અમેરિકાએ હવે આ ક્ષેત્રમાં બોમ્બર એરક્રાફ્ટ, યુદ્ધ વિમાન અને નેવલ એરક્રાફ્ટ મોકલવાનો આદેશ આપ્યો છે. આ માહિતી પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાઈડરે એક્સ હેન્ડલ પર જારી કરી હતી.

પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી રાઈડરે જણાવ્યું હતું કે, અમેરિકાએ બી-52 બોમ્બર, ફાઇટર પ્લેનની એક સ્ક્વોડ્રન, ટેન્કર એરક્રાફ્ટ અને નેવી ડિસ્ટ્રોયર તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પ્લેન ટૂંક સમયમાં અહીંથી રવાના થશે. યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર અને તેના સ્ટ્રાઈક જૂથમાં ત્રણ વિનાશક ટૂંક સમયમાં સાન ડિએગો બંદર પર પહોંચશે.