ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 9:03 એ એમ (AM)

printer

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની આયાત પરનો ટેરિફ 25 ટકાથી બમણો કરીને 50 ટકા કરવાની જાહેરાત કરી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, તેઓ અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે સ્ટીલની આયાત પરનો ટેરિફ 25 ટકાથી બમણો કરીને 50 ટકા કરશે. પિટ્સબર્ગમાં પેન્સિલવેનિયાના સ્ટીલકામદારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય પિટ્સબર્ગની તાકાત અને ગૌરવથી બનાવવું જોઈએ પણ શાંઘાઈના ખરાબ સ્ટીલથી નહીં. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણું કરીને 50 ટકા કરવામાં આવશે, અને બંને ટેરિફ વધારો બુધવારથી અમલમાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ