ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 7, 2025 1:50 પી એમ(PM)

printer

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પરના જાહેર કરેલા 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી ઘણી આયાતો અને કેનેડાથી થતી કેટલીક આયાતો પર 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ તેમના મેક્સીકન સમકક્ષ ક્લાઉડિયા શેનબૌમ સાથેની વાતચીત પછી, 2 એપ્રિલ સુધી મેક્સીકન આયાતો પર તાજેતરમાં લાદવામાં આવેલા મોટા ટેરિફને સ્થગિત કરી રહ્યા છે. તેમણે તેમના પગલા પાછળનું કારણ તેમના સકારાત્મક સંબંધોને ગણાવ્યું.
ટ્રમ્પે કહ્યું કે, હાલમાં અમેરિકા, મેક્સિકો અને કેનેડા વચ્ચે ઉત્તર અમેરિકન વેપાર ભાગીદારી હેઠળ આવતા વેપાર પર નવા ટેરિફ લાગુ થશે નહીં. બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત બાદ શેનબૌમે ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, વેપાર ખાધને સુધારીને ટેરિફનો ઉકેલ લાવી શકાય છે.