ડિસેમ્બર 12, 2024 8:50 એ એમ (AM) | સોશિયલ મિડીયા

printer

અમેરિકન ટેકનોલોજી કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે, ગઈ મોડી રાત્રિએ ગ્લોબલ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ સહિતનાં તેનાં સોશિયલ મિડીયા એપ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મર્યાદિત બની હતી.

અમેરિકન ટેકનોલોજી કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે, ગઈ મોડી રાત્રિએ ગ્લોબલ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ સહિતનાં તેનાં સોશિયલ મિડીયા એપ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મર્યાદિત બની હતી.
કંપનીએ આ અંગે ચોક્કસ વિગતો નથી આપી. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર કંપનીએ વપરાશકારોને પડેલી અગવડતા બદલ માફી માંગતા જણાવ્યું છે કે, સમસ્યા ઉકેલવા તે સક્રિય રીતે કામ કરી રહી છે. જો કે, સંપૂર્ણ સેવાઓ ક્યારે પૂર્વવત થશે તે અંગે કોઈ સમયમર્યાદા આપવામાં નથી આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.