ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી છે. વિદેશ વિભાગ સાથે આ સંસ્થાના વિલય કરવા સંબંધિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે.
સંસ્થાએ પોતાની વૅબસાઈટમાં એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશ વિભાગ સાથે 30 દિવસમાં વિદેશમાં કાર્યરત્ USAIDના કર્મચારીઓને પરત બોલાવવાનું પણ આયોજન છે. સંસ્થાએ જણાવ્યું કે, ગુરુવાર સુધીમાં સંસ્થા દ્વારા આવશ્યક કર્મચારીઓને કામ ચાલુ રાખવાની સૂચના અપાશે. કૉંગ્રેસનલ રિસર્ચ સર્વિસના આંકડાઓ મુજબ, USAIDના 10 હજારથી વધુ કર્મચારીઓ છે, જેમાંથી બે-તૃત્યાંશ ભાગ 60થી વધુ દેશ અને પ્રાદેશિક મિશનમાં વિદેશમાં કાર્યરત્ છે.