જુલાઇ 22, 2025 7:04 પી એમ(PM)

printer

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી સહકારી સંસ્થા GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી સહકારી સંસ્થા GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે. અશોક ચૌધરી હાલ મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. જ્યારે GCMMFના વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજકોટ ડેરીના ચેરમેન હતા. આ બંને પદ માટે આજે ચૂંટણી યોજવાની હતી પરંતુ બંને પદ માટે એક-એક ઉમેદવારી પત્ર ભરાતા બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.