અમૂલ બ્રાન્ડનું વર્ષ ૨૦૨૩-૨૪નું ગ્રૂપ ટર્નઓવર ૮૦ હજાર કરોડ થયું છે, જે વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૨, ૦૦૦ કરોડ રૂપિયા હતું. અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલા ૧૮ સભ્ય સંઘો દ્વારા દૈનિક ત્રણ કરોડ લિટર કરતાં પણ વઘુ દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે.
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની ૫૦મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે યોજાઇ હતી. અમૂલ-ફેડરેશનના સુવર્ણ જયંતિ વર્ષ વર્ષ ૨૦૨૩-૨૪નું ટર્નઓવર ૮ ટકાની વૃદ્ધિ સાથે ૫૯ હજાર ૫૪૫ કરોડ નોંધાયું છે.
અમૂલ ફેડરેશન ૧૮ હજાર ગામના ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે.
અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે, GCMMF તેના સુવર્ણ જયંતિ વર્ષમાં વિશ્વમાં સૌથી શક્તિશાળી ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે દૂધ ઉત્પાદકોને લગતી વિવિધ યોજનાઓ માટે સતત અને સમયસર સમર્થન આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:18 પી એમ(PM)
અમૂલ બ્રાન્ડનું વર્ષ ૨૦૨૩-૨૪નું ગ્રૂપ ટર્નઓવર ૮૦ હજાર કરોડ થયું