અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં સરેરાશ 97.48 ટકા મતદાન થયું હતું, જેમાં ખંભાત, બોરસદ, કઠલાલ અને કપડવંજ બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં મતદાર વિભાગ એકની બાર બેઠક પૈકી ઠાસરા, મહેમદાવાદ, બાલાસિનોર અને વિરપુર એમ ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેથી અન્ય આઠ બેઠક અને મતદાર વિભાગ બેમાં આજીવન વ્યક્તિ સભાસદની એક મળીને કુલ નવ બેઠક પર મતદાન થયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:31 એ એમ (AM)
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત આજે મતગણતરી
