આણંદની અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં શોભેસિંહ પરમારની ચેરમેનપદે અને વાઇસ ચેરમેનપદે વિજય ફૂલાભાઇ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
અમારા આણંદના પ્રતિનિધિ જણાવે છે કે અમૂલ ડેરીના કુલ નિયામક મંડળમાં 13 બ્લોક પૈકી 11 બ્લોકમાં ભાજપે કબ્જો જમાવ્યો છે. ભાજપ સંસદિય બોર્ડમાંથી આજે સવારે અમદાવાદના સહકારી આગેવાન બિપીન પટેલ મેન્ડેટ લઇને આણંદ આવી પહોંચ્યા હતા. જેમણે ચૂંટાયેલા સભ્યોને મેન્ડેટ આપ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 15, 2025 7:49 પી એમ(PM)
અમૂલ ડેરીના ચેરમેન પદે શોભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજય પટેલની બિન હરીફ વરણી.