જુલાઇ 15, 2025 9:25 એ એમ (AM)

printer

અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને વર્ષ 2024-25માં દૂધના અંતિમ ભાવ પેટે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા

અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને વર્ષ 2024-25માં દૂધના અંતિમ ભાવ પેટે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઇ સોઢા પરમાર અને ડિરેક્ટર રાજેશ પાઠક દ્વારા અમૂલ ડેરીમાં થયેલી પ્રગતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ડેરી દ્વારા વર્ષ 2024-25 દૂધ ઉત્પાદકોને દૂધના અંતિમ ભાવ પેટે રૂ.૬૦૨ કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.વર્ષ 2021-22માં અમૂલ ડેરીનું ટર્નઓવર 10 હજાર 333 કરોડનું હતું જે વધીને વર્ષ 2024-25માં 14 હજાર 15 કરોડ પર પહોંચતા ટર્નઓવરમાં પણ 36 ટકાનો વધારો થયો છે. અમૂલ ડેરીએ 7 લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમો લેવાની ઐતિહાસિક પહેલ કરી હતી. જે અંતર્ગત 86 દાવા સેટલ કરીને સભાસદને 2 કરોડ 31 લાખ રૂપિયાથી વધુની સહાય કરવામાં આવી છે.