ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2025 2:16 પી એમ(PM)

printer

અમર્યાદિત રીતે વધી રહેલા સ્થળાંતરના વિરોધમાં લંડનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરતા પોલીસ સાથે ઘર્ષણ

ગઈકાલે બ્રિટિશ રાજધાની લંડનમાં એક લાખથી વધુ લોકોએ મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 26 અધિકારીઓ ઘાયલ થયા હતા. પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા બદલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પ્રદર્શનનું આયોજન રાજકીય કાર્યકર્તા ટોમી રોબિન્સન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે પણ વિડીયો લિંક દ્વારા રેલીને સંબોધન કર્યું હતું. તેમણે અનિયંત્રિત સ્થળાંતરની ટીકા કરી હતી અને કહ્યું કે, બ્રિટનમાં સરકાર બદલવાની જરૂર છે.
અનિયંત્રિત સ્થળાંતર સામે આયોજિત પ્રદર્શન સામે પણ પ્રદર્શનો થયા હતા. તેને ડાબેરી નેતાઓ જોન મેકડોનેલ અને ડાયને અબોટ દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું.