ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 10:06 એ એમ (AM)

printer

અમરેલી જિલ્લા પોલીસે 113 ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી.

અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપેલા આદેશ મુજબ, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે. 34 લોકો દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ તમામ લોકો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અમરેલી IPS અને ASP જયવીર ગઢવીના જણાવ્યા મુજબ, વ્યાજખોરીમાં સંડોવાયેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસન RTO, વીજળી વિભાગ અને બેંક સાથે સંકલનમાં રહીને આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી રહ્યું છે. નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વ્યક્તિઓના ગેરકાયદેસર વીજ કનેક્શન શોધી કાઢવામાં આવ્યા છે. PGVCL સાથે મળીને આ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગુંડા તત્વોનો સમાવેશ આ યાદીમાં કર્યો છે. ગેરકાયદેસર દબાણ કરનારા માથાભારે તત્વોની પણ ખાનગી તપાસ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.