અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકો ડૂબી ગયા હતા. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે, 15 કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે ગુમ થયેલા ત્રણ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ખાસ કરીને રાજુલા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અમરેલીમાં ગત ચાર દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજુલા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ થતાં મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું હતું. તે નદીમાં ધસમસતા પ્રવાહમાં આ ચારેય યુવક ડૂબી ગયા હતા.
Site Admin | ઓક્ટોબર 29, 2025 3:02 પી એમ(PM)
અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા.