ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 20, 2024 7:21 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

અમરેલીને 292 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ સહિયારા પ્રયાસોથી ગુણવત્તાલક્ષી વિકાસ કાર્યો કરવા પર ભાર મૂક્યો

અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કાર્યોને ગુણવત્તાલક્ષી બનાવવા પર ભાર મૂકયો હતો.અમરેલીમાં ૨૯૨ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના મુખ્યમંત્રીએ કરેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગના ઉદઘાટન દરમિયાન તેમણે અમરેલીને ૪૨.૪૮ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટને પણ મુખ્યમંત્રીએ ખુલ્લુ મુક્યુ હતું.. આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી ગામ-નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવાની પણ નાગરિકોને અપીલ કરી હતી.
તેમણે સાવરકુંડલા અને રાજુલામાં પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું સાથોસાથે મુખ્યમંત્રીએ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન પણ કર્યું હતું..મુખ્યમંત્રીએ લાઠીના દુધાળા ગામે જળસંચયના કાર્યોનું નિરીક્ષણ કર્યુ હતું..ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત નારણ સરોવરની મુલાકાત કરીને જળસંચયના કામોને વેગ આપવા સૂચના આપી હતી.