અમરેલીનાં ખેલાડી ડૉક્ટર માલવિકા જોષીએ 70 વર્ષથી રાજ્યસ્તરની ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યાં છે. મળતી માહિતી મુજબ, સાવરકુંડલાનાં નિવૃત્ત પ્રાધ્યાપક ડૉક્ટર માલવિકા જોષીએ સાપુતારા ખાતે આ મહિને યોજાયેલી 10-મી ગુજરાત રાજ્ય માસ્તર ખેલકૂદ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી છે. તેમણે 70થી વધુ વયજૂથમાં ભાગ લઈ ગોળાફેંક, ચક્રફેંક અને હૅમર થ્રૉ જેવી સ્પર્ધામાં પ્રથમ આવીને ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવ્યાં છે.
ડૉ. જોષી સાવરકુંડલાની વીડી ઘેલાણી મહિલા મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્ત થયાં છે. વયની મર્યાદાને પડકાર આપતી તેમણે મેળવેલી આ સિદ્ધિ દરેક માટે પ્રેરણાદાયી છે. આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા તેમણે કહ્યું, મનમાં હિમ્મત અને જુસ્સો હોય તો કંઈ પણ અશક્ય નથી.
Site Admin | નવેમ્બર 8, 2025 7:06 પી એમ(PM)
અમરેલીનાં ખેલાડી ડૉક્ટર માલવિકા જોષીએ 70 વર્ષથી રાજ્યસ્તરની ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યાં