અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા ગઈકાલે બે લાખને પાર થઈ ગઈ છે.અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા પવિત્ર ગુફા મંદિર અમરનાથમાં ગઈકાલે 17 હજારથી વધુ યાત્રાળુઓએ ભગવાન શિવના દર્શન કર્યા હતા, જેના કારણે કુલ યાત્રાળુઓની સંખ્યા બે લાખ 63 થઈ ગઈ છે.યાત્રાળુઓમાં 12 હજાર 210 પુરુષો, ચાર હજાર 202 મહિલાઓ, 264 બાળકો, 103 સાધુઓ, 18 સાધ્વીઓ, છ ટ્રાન્સજેન્ડર અને 514 સુરક્ષા દળોના જવાનોનો સમાવેશ થાય છે. વાર્ષિક યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થઈ હતી અને નવ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
Site Admin | જુલાઇ 14, 2025 9:33 એ એમ (AM)
અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા બે લાખને પાર