જુલાઇ 4, 2025 8:56 એ એમ (AM)

printer

અમદાવાદ હવાઈ મથક પરથી સાડા છ કિલો કેફી પદાર્થ સાથે એક મહિલા મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પરથી એક મહિલા મુસાફર પાસેથી સાડા છ કિલો કેફી પદાર્થ મળી આવ્યો. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ D.R.I.ને મળેલી માહિતીના આધારે થાઈલૅન્ડના બેન્કૉકથી આવેલી ઉડાનમાં આવેલી મહિલા મુસાફરની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરવામાં આવી.અન્ય એક કેસમાં બીજી ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી અમદાવાદ કસ્ટમ વિભાગે 15 મોંઘા મૉબાઈલ, ડિજિટલ ઘડિયાળ સહિત 24 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ કબજે કરી છે.