ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 10, 2024 8:10 એ એમ (AM) | અમદાવાદ

printer

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય વેપારી મહામંડળની રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા કમિટીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ પર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર સુજલ મયાત્રાએ ઉદ્યોગકારો સાથે ગ્રામીણ વિસ્તારને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. જેમાં ગ્રામીણ યોજનાઓમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. ઉદ્યોગકારોએ આ મામલે તેમના મનમાં થતાં કેટલાકં પ્રશ્નો પૂછીને વધુ વિગતો મેળવી હતી.