ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 7:18 પી એમ(PM)

printer

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં ‘મિલેટ એક્સ્પો – 2025’ યોજાશે

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં ‘મિલેટ એક્સ્પો – 2025’ યોજાશે.
જેના અનુસંધાને રાજકોટના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આ એક્સપોની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ બે દિવસીય એક્સ્પોમાં 60 પ્રદર્શન સ્ટોલ તેમજ 15 જેટલા લાઈવ ફૂડ કોર્ટ ઉભા કરવામાં આવશે. જેમાં મીલેટ્સ અને પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.
બીજી તરફ સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાશે. દ.ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના ૬૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ૭૫ જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે પ્રદર્શિત કરશે. જ્યારે મિલેટ્સની વાનગીઓના ૧૫ ફુડ સ્ટોલ્સ ઉભા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.