જૂન 12, 2025 8:03 પી એમ(PM)

printer

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિજનોના DNA લઇને મૃતકોની ઓળખ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્થિર છે.