અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 226મું અંગદાન થયુ છે. સાણંદના એક મહિલાને બ્રેઈનડેડ જાહેર કરતાં તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને 200 લીવર અને 416 કિડની સહિત કુલ 957 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 11:19 એ એમ (AM)
અમદાવાદ સિવિલ હોસ્પિટલને 226મું અંગદાન મળ્યું – આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે