ડિસેમ્બર 31, 2025 10:24 એ એમ (AM)

printer

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટ વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની એકમાત્ર જાહેર ક્ષેત્રની હોસ્પિટલ બની

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.એક જ વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર જાહેર ક્ષેત્રની હોસ્પિટલ બની છે. આ હોસ્પિટલમાં નવેમ્બર 2024 સુધીમાં 400 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2025માં માત્ર 7 ઓક્ટોબર સુધીમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંકડો 400 સુધી પહોંચી ગયો હતો.આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, આ સેવાનો લાભ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી, તેમાં 330 દર્દીઓ ગુજરાતના અને 170 દર્દીઓ અન્ય રાજ્યોના છે.