જૂન 28, 2025 8:55 એ એમ (AM)

printer

અમદાવાદ સહિત રાજ્યભરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી રથયાત્રા કોમી એકખાલના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગઇકાલે યોજાયેલી રથયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદમાં 148મી યોજાયેલી રથયાત્રા રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ત્રણે રથ નિજમંદિરે પહોંચતાની સાથે જ સપંન્ન થઇ હતી.ગઇકાલે આ રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ તેમને મંદિર પરિસરમાં આરામ કરાવવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરાઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં ભકતજનો મંદિરે દર્શન કરી રહ્યાં છે. આ વખતની રથયાત્રામાં પ્રભુને પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા આવી હતી.30 જેટલા અખાડાએ એમના કરતબો દેખાડ્યા હતા. 18 ભજન મંડળઓ અને 2500થી વધુ સાધુ સંતોની ઉપસ્થિતિની સાથે મેઘરાજાએ વરસીને જાણે ભક્તોને અમીછાંટના કર્યા હતા.આ રથ યાત્રામાં લાખો ભક્તો આ ભક્તિ અને આસ્થાનો સંગમના સાક્ષી બન્યા હતા.રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં ભાવનગર, આણંદ, પાટણ અને પંચમહાલ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની યાત્રા રથયાત્રા ભક્તિ અને આસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે સપન્ન થઈ.