જુલાઇ 21, 2025 11:45 એ એમ (AM)

printer

અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યુધ્ધના ધોરણે માર્ગ મરામત અને પુલની કામગીરી

રાજકોટ જિલ્લામાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ -પદાધિકારીઓ સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના વિવિધ માર્ગોને ચોમાસાની ઋતુ દરમિયાન થયેલું ધોવાણ અને નુકસાન તેમજ નુકસાન બાદ આ માર્ગોના દુરસ્તીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે સમીક્ષા હાથ ધરી હતી. વરસાદના પરિણામે રોડ રસ્તાઓ પર પડેલા ખાડા–ગાબડા પૂરવા સહિતનું જરૂરી રીપેરીંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય અને પ્રજાને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.રે અમદાવાદથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(NH47) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગલ મરામત કાર્ય હાથ ધરાયું હતું..વિવિધ સ્થળોએ પેચવર્ક દ્વારા રસ્તાઓ સતત રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિમાં છે.ધોળકા અને વહેલાલની સરદાર સરોવર યોજનાની શાખા કેનાલના પુલો ભયજનક હોવાને કારણે રસ્તાઓને ડાયવર્ટ કરવાનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરાયું છે.