અમદાવાદ શહેર પોલીસે, માનવ તસ્કરી વિરોધી એકમ અને મહિલા સેલ સાથે મળીને, ગયા અઠવાડિયે ભિક્ષાવૃતિ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ટ્રાફિક સિગ્નલ અને ખરીદી કેન્દ્રો જેવા વિસ્તારોમાંથી 51 બાળકોને બચાવ્યા હતા. બધા બાળકોની તબીબી તપાસ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં, કિશોર ન્યાય અધિનિયમ હેઠળ 43 કેસ નોંધાયા છે. આ કામગીરીનો હેતુ બાળ શોષણને રોકવાનો હતો. મહિલા પોલીસ સ્ટેશનના ACP હિમલા જોશીએ આ અંગે વધુ માહિતી આપી હતી.
Site Admin | જુલાઇ 29, 2025 9:46 એ એમ (AM)
અમદાવાદ શહેર પોલીસે ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા 51 બાળકોને બચાવ્યા
