અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આવતીકાલે 12 વાગ્યા બાદ બંધ રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ભારત સરકાર દ્વારા આધાર કાર્ડના કર્મચારીઓને તાલીમ આપવાની હોવાથી આવતીકાલે આધારકાર્ડ કેન્દ્રો સવારે નવ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જ કાર્યરત રહેશે.
ત્યારબાદ 25 નવેમ્બર સોમવારથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે એમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
Site Admin | નવેમ્બર 22, 2024 7:23 પી એમ(PM) | આધારકાર્ડ
અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 47 આધારકાર્ડ નોંધણી કેન્દ્રો આવતીકાલે 12 વાગ્યા બાદ બંધ રહેશે