મે 21, 2025 9:07 એ એમ (AM)

printer

અમદાવાદ શહેરમાં બે વર્ષના બાળક સહિત સાત વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ ખાતે કોરોનાના સાત કેસ નોંધાયા છે.. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે. જેમાં બોપલ, નવરંગપુરા સહિત દાણીલીમડામાં બે વર્ષના બાળકથી લઇને 72 વર્ષના વૃધ્ધ સહિતના આ સાત દર્દીઓ સામેલ છે., જેમની સારવાર ચાલી રહી હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.