ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 26, 2025 7:07 પી એમ(PM) | અમદાવાદ

printer

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઊભરતા ગટરના પાણીની સમસ્યાનું 70 ટકા કામ પૂર્ણ કરી દેવાયું છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું ગટર લાઈનનું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આગામી બે મહિનાની અંદર બોપલ, શેલા, થલતેજ, હેબતપુર વગેરે વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યાથી છુટકારો મળશે