ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 17, 2025 9:44 એ એમ (AM)

printer

અમદાવાદ-વિરમગામ-માળીયા સહિતના રાજ્યના માર્ગોના વિકાસ માટે 247 કરોડ રૂપિયાના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યમાં 2 હજાર 999 કરોડના માર્ગ નિર્માણ અને સમારકામના પ્રગતિ હેઠળના વિવિધ કામ માટે 247 કરોડના કામોને મંજૂરી આપી. ઉપરાંત શ્રી પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને 800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.ભૂજ-ભચાઉ રસ્તા પર બી.કે.ટી. ફેક્ટરી સામે 27 કરોડના ખર્ચે નવીન અંડરપાસ, ધાણેટી ગામે પાસે 17.50 કરોડના ખર્ચે નવીન અંડરપાસ, ભદ્રોઇ ગામ સામે 14.25 કરોડના ખર્ચે નવીન અંડરપાસ, દૂધઇ ગામ પાસે 17 કરોડના ખર્ચે નવીન અંડરપાસ સહિતના 76 કરોડના ખર્ચે 4 નવીન અંડરપાસની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી હતી.વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે 13.61 કરોડના ખર્ચે નવીન અંડરપાસ અને પીપળી ગામ સામે 15 કરોડના ખર્ચે નવીન અંડરપાસનો સમાવેશ થાય છે.ગાંધીનગરમાં યોજાયેલ બેઠકમાં શ્રી પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ