અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે. મૃતકોનાં ૨૨૦ સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ૨૦૨ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સાથે કુલ ૨૦૪ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે.
ડો.રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે, જે ૨૨૩ મૃતકોના DNA મેચ થયા છે તેમાંથી ૧૬૮ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૧ સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
Site Admin | જૂન 20, 2025 3:19 પી એમ(PM)
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૨૩ મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા