જૂન 17, 2025 1:29 પી એમ(PM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા – અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 144 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 101 પાર્થિવ દેહ મૃતકોનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું.
તેમણે ઉમેર્યુ કે, 12 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, પાંચ પરિવાર સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં છે.